Wednesday, November 25, 2009

આ જુઓ એક એન્જીનિયર જઇ રહીયો છે…

જીંદગીથી હરેલો છે, પણ ‘બગ’થી હાર નથી માનતો,
પોતાના ‘પ્રોજેક્ટ’ના બોજ હેઠળ દબાઇ જઇ રહીયો છે,

પોતાની ‘એપ્લીકેશન’ની એક એક લીટી યાદ છે,
પણ આજે પગમાં ક્યા રંગના મોજા છે તે યાદ નથી,

દસ હજાર લીટીનાં ‘કોડ’માં ‘એરર’ શોધી લે છે,
પણ મજબૂર મીત્રોની આંખમાં આંસુ દેખાતા નથી,

‘કોમ્પ્યુટર’માં હજારો ‘વિન્ડો’ છે,
પણ દિલની બારી પર કોઇ દસ્તક સંભળાતી નથી,

‘કૉડીંગ’ કરતા કરતા ખબર જ ના રહી,
‘બગ’ની ‘પ્રાયોરીટી’ ક્યારે માતા-પિતા કરતા વધી ગઇ,

પુસ્તકોમાં ગુલાબ રાખવાવાળો ‘સિગારેટ’ના ધુમાડામાં ખોવાઇ ગયો,
દિલની જમીન પરથી ઇછ્છાઓની વિદાઇ થઇ ગઇ, શનિ-રવિ પર દારુ પીને મજા કરી રહીયો છે,

ખર્ચા વધી રહ્યા છે, વાળ ઓછા થઇ રહીયા છે,
આ જુઓ પાછી ‘બસ’ છૂટી ગઇ ને ‘રિક્શા’થી આવી રહીયો છે,

‘પીત્ઝા’ ગળે નથી ઉતરતા તો સાથે ‘કોક’ના ઘૂંટડા લઇ રહીયો છે,
સરસ ભેળ મળે છે છતાં મફતનો નાસ્તો ખાઇ રહીયો છે,

‘ઓફિસ’ની થાળી જોઇ મોઢુ બગાડે છે,
માઁના હાથનું જમવાનું યાદ આવી રહીયુ છે,

હજારોના પગારવાળો ‘કંપની’ના ખિસ્સામાં કરોડો ભરી રહિયો છે,
આ જુઓ એક એન્જીનિયર જઇ રહીયો છે…

- JMD Computer                                          Give Comment

0 comments:

 
Design and Bloggerized by JMD Computer